Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

Live TV

X
  • મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

    ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (20 ટ્રીપ્સ)

    ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.50 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ 16 મે 2024 થી 29 જૂન 2024 સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે આગ્રા કેન્ટથી 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે અમદાવાદ પહોંચશે.

    રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીનો એક કોચ, થર્ડ એસીના 5 કોચ અને જનરલ ક્લાસના 14 કોચ હશે.ટ્રેન નંબર 01920 નું બુકિંગ 15 મે, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply