રાજ્યમાં 18મી મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેને લીધે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠાની અસર પણ જોવા મળી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ,ગુજરાત ઉપર સાયકલોનિક સરકયુલેશન સક્રિય થઈ જતાં તેના પગલે આગામી તા.18મી મે સુધી રાજયના દાહોદ, છોટા ઉદેપુર , ડાંગ,નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,પંચમહાલ,વડોદરા,મહીસાગર,સુરત,તાપી, બનાસકાંઠા,પાટણ , મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી,અમરેલી, સુરેન્દ્રનગર , બોટાદ,ભાવનગર,ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થશે.
ખાસ કરીને પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવવા સાથે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે.
