મોરબી: મચ્છુ નદીમાં બે સગીર સહિત ત્રણ ડૂબ્યા
Live TV
-
હજી ગઇકાલે સુરતના સાત લોકો પોઈચા ખાતે નર્મદા નદીમાં ડૂબ્યાને હજી ર4 કલાક જ થયા છે ત્યારે વધુ એક ગોઝારી ઘટના ગુજરાતમાં સામે આવી છે. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે.
નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને તે લોકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી ચાર સગીરને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ લોકો પાણીમાં ગૂમ છે. ફાયર બ્રિગેડની ટીમે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા.
