Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન

Live TV

X
  • ગુજરાતના  ભૂતપૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન થયું છે. કમલા બેનીવાલ લાંબા સમયથી બીમાર હતા. તેમણે આજે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

    કમલા બેનીવાલનું શિક્ષણ રાજસ્થાનના ઝુંઝુનુમાં  થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1954માં 27 વર્ષની વયે વિધાનસભા ચૂંટણી જીતીને કમલા બેનીવાલ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. 

    કમલા બેનીવાલને 27 નવેમ્બર 2009ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે પહેલા તેઓ ત્રિપુરાના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. કમલા બેનીવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply