રાજ્યમાં આજે માવઠાની આગાહી, 3 જિલ્લામાં વરસશે વરસાદ
Live TV
-
રાજ્યમાં આજે માવઠાની આગાહી, 3 જિલ્લામાં વરસશે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યનાં 3 જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજે ક્યાં પડશે વરસાદ
આજે અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 17 મેના રોજ બપોર બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સમાન્ય વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતના 10 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર
રાજ્યનાં 10 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. બે શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો 3 શહેરમાં 42 અને 5 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરનું તાપમાન 43 ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, પોરબંદર અને ભાવનગરમાં બે દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. અમદાવાદ શહેરમાં પણ સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 પહોંચ્યું છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે.
