Skip to main content
Settings Settings for Dark

અમરેલી અને તાપીમાં વાવાઝોડા સાથે વરસાદ, વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી

Live TV

X
  • અમરેલી અને તાપીમાં વાવાઝોડા સાથે વરસાદ, વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી

    ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અષાઢી માહોલ સર્જયો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લામાં એક દિવસ વરસાદનાં વિરામ બાદ આજે ફરી બપોર બાદ વાતાવરણમાં ફરક જોવા મળ્યો હતો. 

    અમરેલી જિલ્લાનાં લાઠી બાબરા કુંડલામાં ધોધમાર વરસાદ ખાવ્યો હતો તેની સાથે જ વઢેરા અને નાના ભંડારીયા, બાબરા, લાઠીમાં સારો વરસાદ પડ્યો હતો. બાબરામાં જીવાપરામાં વીજળીના ધડાકા સાથે વરસાદ પડ્યો. લાઠી ગામોમાં વરસાદ સારો પડ્યો તેમજ કુકાવાવ વડીયા તોડી રામપુર સૂર્યપ્રથમગઢ સનાળા વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના 60 ટકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

    અમરેલી જિલ્લામાં વરસાદથી નુકસાન
    ભારે પવન સાથે વરસાદ પડતા અમરેલી જિલ્લામાં નુકસાનનાં દ્રશ્યો પણ સામે આવ્યા છે. બાબરા વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે કેટલાક વૃક્ષો તેમજ પ્રર્ક કરેલાં વાહનોમાં નુકસાન થયું હતું. 

    તાપીમાં વાવાઝોડું

    તાપીમાં નિઝર તાલુકામાં વાવાઝોડાથી વાંકા ગામે કેટલાક ઘરોના પતરા ઉડંયા. ક્યાક ઘરોના પતરા ઉડ્યા તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ પડ્યા.. ભારે પવનનાં કારણે વીજપોલ તૂટતા વીજ પૂરવઠો કલાકો સુધી બંધ રહ્યો હતો.  ઘરોના પતરા ઉડતા પરિવારને ભારે નુકસાન થયું હતું.  આ સાથે જ વાંકાથી હથોડા જતા રસ્તા પર વૃક્ષ પડ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply