Skip to main content
Settings Settings for Dark

અમરેલી : ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તૈયારીઓના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરુરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

    આ બેઠકમાં તાલુકા કક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અને જિલ્લા કક્ષાએ બેઠકમાં જોડાયેલા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે વિભાગ મુજબ ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની સૂચના આપવામાં આવી હતી. 

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીઓના માર્ગદર્શનમાં જરુરી કામગીરીઓ હાથ ધરશે.

    અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યુ હતું કે, આગામી 1 જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરુમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરુરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વરત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે ઘટતું કરવાનું રહેશે.

    જિલ્લા કલેકટરએ ઉમેર્યુ હતું કે, દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે. આ પ્રકારની સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા કરવાની થાય તેવા સંજોગોમાં અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા માટે જરુરી આયોજન અને તૈયારી કરવામાં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply