અમદાવાદ : દીવાન-બલ્લુભાઈ શાળામાં RTE યોજના અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા પ્રવેશોત્સવનું આયોજન
Live TV
-
અમદાવાદની દીવાન-બલ્લુભાઈ શાળામાં RTO યોજના અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા સંસ્થા દ્વારા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા દર વર્ષે RTO યોજના અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ગોઠવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ સચિવ, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને શિક્ષણવિદ્ દિલીપ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવાની સાથે સાથે બાળકો અને તેમના માતા પિતા તેમજ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.
