પંચમહાલના ગોધરા-આણંદ સેક્શન પર રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે મેમુ ટ્રેન 20 મે થી 4 જૂન સુધી રદ
Live TV
-
પંચમહાલમાં ગોધરા-આણંદ સેક્શન ઉપર રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે મેમુ ટ્રેન 16 દિવસ સુધી રદ્દ કરવામાં આવી છે. જેના કારણે 20 મે થી 4 જૂન સુધી મેમુ ટ્રેન દોડશે નહીં. આગામી 20 મે થી 4 જૂન સુધી ગોધરા આણંદ રેલવે સેક્શન પર મેગા બ્લોક લેવામાં આવ્યો છે. આ રૂટ પર દોડતી કેટલીક દૈનિક મુસાફર ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. જેમાં સૌથી મોટી અસર મેમુ ટ્રેન સેવાને પહોંચી છે. આગામી 20 મેથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા-આણંદ મેમુ, આણંદ-ગોધરા મેમુ, ડાકોર-આણંદ અને આણંદ-ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી રદ્દ રહેશે. ત્યારે આ સમયગાળા દરમ્યાન એસટી વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવા અંગે અપડાઉન કરતા મુસાફરોએ માંગ કરી છે.
