Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાઈટેક સુવિધા: 2,200 કરોડ રૂ.ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા ‘ડિજિટલ લોકર્સ’

Live TV

X
  • અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાઈટેક સુવિધા: 2,200 કરોડ રૂ.ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા ‘ડિજિટલ લોકર્સ’

    બીજા શહેરોમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ અથવા કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતા મુસાફરો માટે પશ્ચિમ રેલ્વે દ્વારા એક શાનદાર સુવિધા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ રેલ્વે સ્ટેશન (કાલુપુર) ખાતે રૂપિયા 2200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ૫૯ ઓટોમેટિક ડિજિટલ લોકરની આધુનિક સુવિધા કાર્યરત કરવામાં આવી છે. હવે મુસાફરો સામાનની ચિંતા કર્યા વગર આરામથી શહેરમાં ફરી શકશે.

    સામાન સુરક્ષિત, પ્રવાસ ભારમુક્ત!

    ઘણીવાર માત્ર સામાન સાચવવા માટે મુસાફરોએ હોટલ રાખવી પડતી હોય છે અથવા ભારે સામાન સાથે રાખીને ફરવામાં મુશ્કેલી પડે છે. પશ્ચિમ રેલ્વેના DRM વેદ પ્રકાશના જણાવ્યા મુજબ, આ સ્માર્ટ લોકર્સની મદદથી મુસાફરો કોઈ પણ સ્ટાફની મદદ વગર (સેલ્ફ-સર્વિસ) પોતાનો સામાન અહીં સુરક્ષિત મૂકી શકશે. અહીં નાના, મધ્યમ અને મોટા એમ તમામ કદના લોકર્સ ઉપલબ્ધ છે.

    શું છે લોકરનો ચાર્જ?

    મુસાફરોની સુવિધા માટે આ ડિજિટલ લોકરનો ચાર્જ ખૂબ જ વ્યાજબી રાખવામાં આવ્યો છે. ઓછામાં ઓછો ચાર્જ 3 કલાક માટે રૂપિયા 40 થી શરૂઆત, મહત્તમ ચાર્જ  24 કલાક માટે વધુમાં વધુ રૂપિયા 200 સુધી છે.

    ભૂલી જશો તો પણ મળશે સામાન: ફેસ વેરિફિકેશન સિસ્ટમ

    સુરક્ષાના મામલે આ લોકર્સ એકદમ હાઈટેક છે. આ સુવિધા 24 કલાક સીસીટીવી (CCTV) કેમેરાની દેખરેખ હેઠળ રહેશે અને ગ્રાહકો માટે સ્પેશિયલ હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે.

    જો કોઈ મુસાફર પોતાનો મોબાઈલ કે લોકર નંબર ભૂલી જાય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ લોકર્સમાં ફેસ વેરિફિકેશન (મોઢું ઓળખવાની ટેકનોલોજી) ની સુવિધા છે, જેનાથી અસલી માલિકને ઓળખીને તેનો સામાન સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply