અમદાવાદ શહેર પોલીસ લાઈનના બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન
Live TV
-
બાળકોને હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ લાઈનના બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પોલીસ કમિશનર દ્વારા નરોડા, ચાંદખેડા, પોલીસ લાઇનમાં ચાલી રહેલ સમર કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી.
આ સમર કેમ્પમાં બાળકોને કરાટે, ડ્રોઈંગ, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ સહિત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.. જેના દ્વારા બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે અને બાળક રાજા ના સમયમાં નવી પ્રવૃત્તિઓ શીખે છે.
