ખેડૂતોને SRR યોજના હેઠળ રાહત દરેથી મગફળી, દિવેલા, સોયાબીન અને તલના બિયારણ મળશે
Live TV
-
ખેડુતોને વિવિધ પાકોનું ગુણવત્તાયુકત બિયારણ મળી રહે, વધુ ઉત્પાદન આપતી નવી જાતોનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બિયારણનું વિતરણ કરાય છે. ત્યારે સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR) યોજના અંતર્ગત વિવિધ ખેતી પાકનું વધુ ઉત્પાદન આપતી 15 વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટીફાઇડ જાતોના બિયારણનું વિતરણ સહાય દરે કરાય છે.
આ યોજના અંતર્ગત ખેડૂતોને સબસિડીની રકમ બાદ કર્યા પછીની કિંમતે મગફળી, દિવેલા, સોયાબીન અને તલનું બિયારણ ઉપલબ્ધ થશે. બિયારણની કિંમતના 50% પ્રતિ કિગ્રાના દરે બિયારણો મળશે. ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજકોમાસોલ, કે નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે.
