Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલ: જન્મથી અન્નનળી ન હોવા છતાં જટિલ ઓપરેશન સફળ

Live TV

X
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

    જન્મજાત અન્નનળી ન હોવાની અત્યંત જટિલ ખામી ધરાવતા અઢી વર્ષના માસૂમ બાળક પર ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડી તેને નવું જીવન આપવામાં આવ્યું છે.

    સાણંદ તાલુકાના શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 નવેમ્બર, 2023ના રોજ થયો હતો. આ દુર્લભ સ્થિતિમાં બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં અસમર્થ હોવાથી અગાઉ પ્રાથમિક સર્જરી કરી નળી દ્વારા આહાર અપાતો હતો. બાળકના શારીરિક વિકાસ બાદ ગત 3 જુલાઈ, 2026 ના રોજ અન્નનળીના પુનઃનિર્માણ (Esophageal Reconstruction) માટેની અત્યંત જટિલ સર્જરી કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની ટીમ દ્વારા આ ઓપરેશન સફળ બનાવાયું હતું.સર્જરીના 23 મા દિવસે બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.ખાનગી હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ ગણાતી આ સર્જરી સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં બાળ સર્જરી વિભાગ દ્વારા આવા 7 સફળ કેસો પાર પાડવામાં આવ્યા છે.માસૂમ પુત્રને પ્રથમ વખત મોઢેથી ખોરાક લેતો જોઈને માતા-પિતાએ સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply