અરબી સમુદ્રમાં લો પ્રેશર વધતાં દરિયો તોફાની થવાની આગાહી
Live TV
-
અરબી સમુદ્ર પરનું લો પ્રશર ડિપ્રેશનમાં ફેરવાયુ-- વેરાવળથી 150 કિમી દુર ડિપ્રેશન-- દરીયો તોફાની થવાની આગાહી-- સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં વરસાદ શરૂ.
અરબી સમુદ્રમાં લો પ્રશર ડિપ્રેશનમાં ફેરવાતા દરીયાકાંઠે ભારે પવન સાથે છુટો છવાયો વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.વેરાવળથી 150 કિમી દુર ડિપ્રેશન સ્થિર થયું છે. દરીયો તોફાની બનતા માછીમારોને દરીયો ન ખેડવા સાથે દ્વારકા બંદરે 3 નંબરનું સીગ્નલ મુકવામાં આવ્યુ છે.
સાથે આખોથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ કરવાનો તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, તો ગીર પંથકમાં મુશળધાર વરસાદના કારણે દ્રોણેશ્વર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. પાણીની સારી આવક રહેતા દ્રોણ ગામને જોડતા પુલ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.
આ ઉપરાંત વેરાવળ, સોમનાથ કોડીનાર, સુત્રાપાડામાં ધીમીધારે અવિરત વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ ખાતે પણ અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધામકેદાર એન્ટ્રી થઈ હતી. તો દક્ષીણ ગુજરાતમાં ડાંગમાં બપોર પછી ભારે બફારા બાદ ગાજવીજ સાથે મેધરાજાની એન્ટ્રી થઈ હતી.
