ગુજરાતમાં ફરીથી મેઘમહેર, કડાણા-દ્રોણેશ્વર ડેમમાં પાણીની આવક વધી
Live TV
-
ઉપરવાસમાં વરસાદ રહેતા કડાણા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જેના પગલે કડાણા ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. જેના કારણે મહી નદીમાં પાણી છોડતા નદી બંને કાંઠે વહેતી થઈ છે.
ઉપરવાસ વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક 89 હજાર 747 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જળ સ્તર 417.1 ફૂટે પહોચ્યું છે. મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમ ના 4 દરવાજા 5 ફૂટ અને 6 દરવાજા 6 ફૂટ આમ કુલ 10 દરવાજા થકી 92 હજાર 724 ક્યુસેક પાણી ઉપરાંત ચાર પાવર હાઉસ દ્વારા 21 હજાર 200 ક્યુસેક પાણી મળીને કુલ 1 લાખ 13 હજાર 924 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સુજલામ સુફલામ કેનાલમાં 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો, ગીર પંથકમાં મુશળધાર વરસાદના કારણે દ્રોણેશ્વર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. પાણીની સારી આવક રહેતા દ્રોણ ગામને જોડતા પુલ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.
ઉપરાંત ગીર વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે શાહી નદીમાં ત્રીજી વખત ઘોડાપુર આવ્યું હતું. તો, ઉનાનાં માણેકપુર સહિતનાં કાંઠાળા ગામોમાંથી વહેતી રાવલ નદીમાં પણ ભારે પુર આવ્યું હતું. જીવના જોખમે રાવલ નદી પરથી પસાર થતા કોઝવે પરથી લોકો પસાર થઈ રહ્યાં છે.
આ ઉપરાંત વેરાવળ, સોમનાથ કોડીનાર, સુત્રાપાડામાં ધીમીધારે અવિરત વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ ખાતે પણ અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધામકેદાર એન્ટ્રી થઈ હતી. જોરદાર વરસાદી ઝાપટાંના કારણે થોડાક જ સમયમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો તો, વરસાદ ખાબકતા વાતારવણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
