જામનગરઃ CM રૂપાણીના હસ્તે મ.પાલિકાના 74 કરોડના કાર્યોનું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જામનગર મહાનગર પાલિકાના 74 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત ગણેશ મંડળો અને જૈન તપસ્વીઓના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, પર્યાવરણના સંરક્ષણ માટે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા પર ભાર મુકયો હતો અને, પ્લાસ્ટિક-મુકત ભારતના નિર્માણ માટે, સજજ થવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું.
સ્વચ્છતા અભિયાન થકી જ વિશ્વભરમાં દેશની છબી ઉજળી કરી શકાશે એવો આશાવાદ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ "સ્વ-શિસ્તથી" સ્વચ્છતાનું અનુસરણ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.
