આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત, હીટવેવની આગાહી
Live TV
-
ભરઉનાળે વરસાદ બાદ હવે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં આકરી ગરમીની ગરમીની આગાહી કરી. અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહેશે. અને હીટવેવની સાથે અનેક જગ્યાએ 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો 44.7 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ પણ 44.2 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. 44 ડિગ્રીને પાર પારો પહોંચતા અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં પણ 44.4 ડિગ્રી તાપમાન સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. પાટનગર ગાંધીનગરમાં 44 ડિગ્રીએ પહોંચ્યો હતો ગરમીનો પારો. ભુજમાં 43.8, રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 43.2 અને વડોદરામાં 42. 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 30થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે.
