Skip to main content
Settings Settings for Dark

સુરત: અબ્રામા ખાતે નિર્માણ પામનાર પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનું ખાતમુહૂર્ત ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું

Live TV

X
  • સુરતના અબ્રામા ખાતે નિર્માણ પામનાર પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દુ:ખિયાના દરબારની આગળ, કેનાલ રોડ, અબ્રામા ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા સાત વીઘા ભૂમિમાં નિર્માણ પામનાર નૂતન ત્રિમંદિરમાં ભગવાન શિવ, સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ, ગણેશજી, ખોડિયાર માતાજી, અંબા માતાજી તેમજ સાંઈબાબાની મૂર્તિઓ બિરાજશે.

    ત્રિમંદિરના ભૂમિ પૂજન પ્રસંગે પૂ.દિપક ભાઈજીએ ઉપસ્થિત અનુયાયીઓને આશીર્વચન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, હાલમાં અડાલજ, મુંબઈ, બરોડા, રાજકોટ, ગોધરા, ભુજ સહિત અન્ય શહેરોના કુલ ૧૮ ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે, જ્યારે મુંબઈના થાણે, પૂણે અને વેરાવળ(ગીર સોમનાથ)માં વધુ ત્રણ મંદિરો નિર્માણાધિન છે. ઉપરાંત, સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply