આજે સુરેન્દ્રનગરના સાયલા ખાતે મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધી
Live TV
-
6 મહાનગરપાલિકાની સીટ જીતવા પાર્ટીઓએ વોટ મેળવવા ખુબ જ પ્રચાર કર્યો જે ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઇ ચૂક્યું છે..અને ત્યાર બાદ રાજકીય પાર્ટીઓ તાલુકા અને નગર પંચાયતની ચૂંટણી ના પ્રચારમાં લાગી.. અને આજે તમામ ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે..
6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજકીય પાર્ટીઓ તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રચારમાં લાગેલા હતા.. ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધન કર્યુ હતું. સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે રાજયસરકારે અનેક યોજનાઓ બનાવી છે. તો વિપક્ષ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના પરિણામો જેમ આવ્યા તેવાજ નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીના પરિણામો આવશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સંસદ સભ્ય ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
