અમદાવાદની સિવિલમાં બધા જ રોગોના સંભવ છે એનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું
Live TV
-
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ દ્વારા એક 18 વર્ષીય યુવાનની દુર્લભ બિમારીની સફળ સર્જરી કરવામા આવી છે
સિવિલ હોસ્પિટલમાં બધા જ રોગોના સંભવ છે એનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે..અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ દ્વારા એક 18 વર્ષીય યુવાનની દુર્લભ બિમારીની સફળ સર્જરી કરવામા આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયા સ્કોલિઓસિસ નામની દુર્લભ બિમારીનો ભોગ બન્યો હતો. વિશ્વમા માત્ર 2.5 ટકા લોકોમાં જ જોવા મળતી આ દુર્લભ બિમારીની સારવાર સિવિલના સ્પાઇન સર્જનની ટીમે વિનામુલ્યે શક્ય બનાવી છે.. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદીએ જણાવ્યુ કે સમગ્ર ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4% છે. સામાન્ય રીતે આ બિમારી છોકરાઓમાં વધુ જોવા મળે છે. આ બિમારીથી પીડાતા બાળકોને સામાન્ય જીવનમા અગવડતાની સાથે જો યોગ્ય સમયે તબીબી સારવાર ના મળે તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામ આવી શકે છે. મોટા ભાગે આ બિમારીમા ડોર્સલ (dorsal) લેવલ 60 થી 65 % ઉપર જોવા મળતી હોય છે. પરંતુ લંબર લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે 35-40% જેવું જોવા મળે છે. સામાન્ય રીતે આ સર્જરીનો ખર્ચ 8 થી 10 લાખ આવતો હોય છે.. અહી નોધનીય છે કે, ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાઓ થકી આ યુવાનને મફત સારવાર કરવામા આવી હતી....
