આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ત્યારે પ્રચારના કાર્યક્રમો યોજાયા
Live TV
-
આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો અને રોડ શૉ યોજાયા
ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકા સહિત રાજયની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાંમા ભવ્ય સફળતા મેળવ્યા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લેહરાવવાના પ્રચાર સાથે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષાતામાં નવસારી ખાતે વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી.... આજે ચૂંટણી પ્રચાર નો છેલ્લો દિવસ હોવાથી સી આર પાટીલ દ્વારા મતદારોને રીઝવવા નવસારી વિજલપોર શહેરમાં એક ભવ્ય બાઇક રેલી યોજવામા આવી હતી.. શહેરના એગ્રીકલચર કોલેજથી શરૂ થયેલી આ રેલી શહેરના 13 વોર્ડમાં ફરીને અંતે જમાલપોરના બી.આર ફાર્મ પર સમાપન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભૂરા શાહ ,જિલ્લા ધારાસભ્યો સહિત પાલિકાના 52 ઉમેદવારોએ પણ જનમેદની સાથે લોકસંપર્ક કરીને ભાજપ પાર્ટીને વધુમા વધુ મત આપવા હાકલ કરી હતી..
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી.. ડાંગના યુવા કાર્યકરો દ્વારા સવારે આહવા ખાતે વિશાળ મોટરસાયકલ રેલી યોજીને પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.. ત્યારબાદ આહવાના "રંગ ઉપવન" ખાતે જાહેરસભા સંબોધવામાં આવી હતી..જેમા તેમણે ભાજપ પાર્ટી દ્વારા કરવામા આવતા વિકાસની વાત કરી હતી.. આ જાહેરસભામા જિલ્લાના આદીવાસી લોકોએ ભાગ લીધો હતો.. પ્રદેશ અધ્યક્ષની ડાંગ મુલાકાતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે જેને કારણે સ્થાનિક સ્વરાજની ચુંટણીમા પાર્ટીને વધુ મત મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી...
ભાજપ પાર્ટીના ઉપપ્રમુખ ગોંર્ધન ઝડફિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા... તેઓએ ધોરાજીના સુપેડી ગામે એક જાહેર સભાને સંબોધી હતી.. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે તાજેતરમા મનપામાં ભાજપ પાર્ટીની થયેલ જીત એ દર્શાવે છે કે ભાજપ સરકારે રાજ્યમા વિવિધ વિકાસના કાર્યો કર્યા છે.. તથા એ સાબીત થયુ છે કે ભાજપ પાર્ટીએ લોકોના કામ કરતી પાર્ટી છે.. ખેડુતોને લોકડાઉનમા પણ ટેકાના ભાવ આપ્યા છે.. મહાનગરપાલિકામાં જીત મેળવ્યા બાદ હવે ભાજપ પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ મોટી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી..
