આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને અમદાવાદમાં વિશ્વ સાઈકલ દિવસ અંતર્ગત યોજાશે સાઈકલ રેલી
Live TV
-
ભારત સરકારના આઝાદીનો અમૃત મહોત્સવ - ભારત @75 ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત તા. 03-06-2022ના રોજ સાયકલ રેલીનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સાથે નહેરુ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલ યુવાનો – સ્વયંસેવકો, યુવક મંડળ-યુવતી મંડળના સભ્યો અને રમત ગમત વિભાગ, અમદાવાદના યુવાનો ભાગ લેશે.
આ કાર્યક્રમમાં 75 યુવાનો દ્વારા ફીટ ઈન્ડિયા શપથ, રાષ્ટ્રગાન ગાવામાં આવશે. રિવરફ્રન્ટ, દશામા મંદિર સામે, વાડજથી નવજીવન પ્રેસ રોડ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ સયકલ રેલી દ્વારા યુવાનોમાં આઝાદીનું મહત્વ અને જીવનમાં વ્યાયામ અને સ્વસ્થ જીવન શૈલીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.
રમત-ગમત અને શારીરિક વ્યાયામને યુવાનો પોતાના રોજિંદા જીવનમાં અપનાવે એવી ભાવના કેળવાય તેવો કાર્યક્રમનો ઉદ્દેશ છે. નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લા પ્રશાસનના સહયોગથી કરવામાં આવશે.
