ભાજપમાંથી બળવો કરીને બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અલ્પાબેન સાબવા ચૂંટાયા
Live TV
-
બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અલ્પાબેન સાબવા બળવો કરીને નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. ભાજપ પક્ષ તરફથી ધર્મિષ્ઠાબેન જોટાણીયાના નામનું મેન્ડેટ હતું. પરંતુ મેન્ડેટનો વિરોધ કરીને અલ્પાબેને ફોર્મ ભરીને ઉમેદવારી નોંધીને ચુંટણી કરાવી હતી. અલ્પાબેનને 23 મત મળ્યા જયારે ધર્મિષ્ઠા બેનને 18 મત મળતાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અલ્પાબેન સાબવા ચૂંટાઇ આવ્યા હતા. અલ્પાબેને બોટાદના વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. મહત્વનું છે કે, બોટાદ નગરપાલિકામાં ભાજપની સત્તા છે. પાલિકાના 44માંથી 40 સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા. પક્ષ દ્વારા એક સભ્યને સસ્પેન્ડ કરાતા ભાજપના હાલ 39 સભ્યો છે. કોંગ્રેસના 4 સભ્યો દ્વારા પણ અલ્પાબેનના સમર્થનમાં મતદાન કરાયું છે.
