Skip to main content
Settings Settings for Dark

આણંંદમાં લોકસભાના અમૃત મહોત્સવને લઈ અનોખી રીતે મતદાતાઓની પ્રશંસા કરવામાં આવી

Live TV

X
  • આણંદ ખાતેના આ મતદાન મથક 39 ઉપર 1020 મતદારો નોંધાયેલા છે

    પ્રાકૃતિક કૃષિને દર્શાવતા વિવિધ મોડેલો તથા ખાતર બનાવવાની પદ્ધતિને નિદર્શિત કરતું આણંદનું આદર્શ મતદાન મથક દેશમાં ઉજવાય રહેલા લોકશાહીના પર્વમાં ધોમ ધખતા તાપ વચ્ચે પણ મતદારો તેમના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. તેવા સમયે આણંદ જિલ્લાના 39-આણંદના આદર્શ મતદાન મથકમાં મત આપવા જનાર મતદારો ને "ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ" ના વિચાર અને સાકાર કરતું હતું. થેન્ક્યુ કાર્ડ રૂપી સીડ્સ કાર્ડ આપીને તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી, તેમને પ્રાકૃતિક કૃષિનો સંદેશ આપવાની સાથે તેને અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

    આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન નીચે મદદનીશ ચૂંટણી અધિકારી મયુર પરમાર અને તેમની ટીમ દ્વારા આણંદ ડી.એન. હાઈસ્કુલ ખાતે આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. આ આદર્શ મતદાન મથક ખાતે પ્રાકૃતિક કૃષિના વિવિધ મોડેલો તથા પ્રાકૃતિક ખાતર કેવી રીતે બનાવવું તેની સમજણની સાથે પ્રાકૃતિક કૃષિ અને પ્રદર્શિત કરતા ફાર્મનું મોડેલ પણ ઊભું કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ મતદાન મથકના બુથ નંબર 39 ખાતે મતદાન કરવા જનાર પ્રત્યેક મતદારોને મતદાન બાદ તુલસીના બીજ સાથેનું ઇકો ફ્રેન્ડલી થેન્ક યુ કાર્ડ પણ આપવામાં આવ્યું હતું.

    આ ઇકો ફ્રેન્ડલી થેન્ક યુ કાર્ડની વિશેષતા એ છે કે, આ કાર્ડ કાગળના માવાની સાથે તુલસીના બીજને સંમિલિત કરી બનાવવામાં આવ્યું છે. જેના કારણે મતદારો જ્યારે આ કાર્ડને તેમના ઘરે જઈને માટીના કુંડામાં માટીની સાથે ભેળવી દેશે એટલે તેમાંથી તુલસીના છોડ ઊગી નીકળશે. ઉલ્લેખનીય છે કે આણંદ ખાતેના આ મતદાન મથક ઉપર 1020 મતદારો નોંધાયેલા છે. આ મતદારોને મતદાન બાદ મતદાન મથકની બહાર રાખવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના નિદર્શનોની સાથે આયુર્વેદિક છોડ ની સમજણ આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply