આણંદ : જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પનું આયોજન કરાયુ
Live TV
-
આણંદની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભામાતાઓમાં એનિમિયાનું પ્રમાણ વધારે હોય છે તેને કન્ટ્રોલ કરવા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આણંદ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે દર ગુરુવારે સભાર્ગમાતાઓનો કેમ્પ રાખવામાં આવે છે.જેમાં બ્લડ ટ્રાન્સફ્યુજન, એફસીએમ, સોનોગ્રાફી જેવી સુવિધાઓ મફત આપવામાં આવે છે. આ સાથે વર્લ્ડ ચાઈલ્ડ ડેફેક્ટ ડે નિમિતે 18 વર્ષ સુધીના બાળકો કે જે જન્મ જાત ખામી વાળા હોય તેવા બાળકોને જેમને મફત સેવા પૂરી પાડી કામગીરી કરતા ડૉક્ટરોનું આજના દિવસે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં આણંદ સાંસદ મિતેષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા કલેકટર, ડીડીઓ સહિત મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ ઉપસ્થિત રહી હતી.
