સુરત: વરાછા વિસ્તારમાં આવેલી શાળાના પાંચ વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ
Live TV
-
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રએ તાત્કાલિક અસરથી શાળા બંધ કરાવી છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામે આવેલી મૂકબધિર શાળાના બે વિદ્યાથીઓ પણ કોરોના પોઝિટિવ જણાતા 14 દિવસ માટે ગાંધી ઘર મૂકબધિર શાળાને બંધ કરવામાં આવી છે. રાજકોટમાં મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ થતાં વર્ગખંડ શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને સંક્રમણ અટકાવવા માટે ચુસ્ત પગલાં લેવા શરૂ કરાયા છે. જામનગરમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી,પુત્ર અને પુત્રવધૂ – એમ આખો પરિવાર કોરોનાગ્રસ્ત બનતાં સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
