દમણ : મહિલા સશક્તિકરણને આગળ વધારવા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયુ આયોજન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયુ હતું. જેમા વિવિધ જિલ્લાની ૬ ટીમોએ ભાગ લીધો હતો. નાની દમણ ડાભેલના નેતાજી સુભાષચંદ્ર બોસ સ્ટેડિયમમાં ૧ થી ૪ માર્ચ સુધી આ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમા ભરુચ,ગાંધીધામ,નવસારી,વલસાડ,દમણ અને ન્યુ મુબંઈ ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ મેચ દમણ અને ભરુચ વચ્ચે રમાઈ હતી. જેમા ૧૬ રનથી દમણની ટીમ વિજેતા બની હતી. ઘેલવાડ પંચાયતના સરપંચ હેતાક્ષીબને પટેલ દ્રારા વિજેતાઓને ટ્રાફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ લેબલ વનના કોચ મહેશ આગરિયા દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
