Skip to main content
Settings Settings for Dark

કચ્છના હરામીનાળામાંથી એક પાકિસ્તાની માછીમાર અને પાંચ બોટને BSFની પેટ્રોલીંગ ટુકડીએ કરી કબ્જે

Live TV

X
  • કચ્છના અખાતમાં હરામીનાળા તરીકે ઓળખાતા કાદવ કીચડ ધરાવતા છીછરા દરિયામાં આજે પણ એક પાકિસ્તાની માછીમાર અને પાંચ બોટ કબ્જે કરવામાં BSFની પેટ્રોલીંગ ટુકડીને સફળતા મળી છે. 

    ભાગી રહેલા ઘૂસણખોર માછીમારને જબ્બે કરવા માટે પેટ્રોલિંગ ટુકડીએ હવામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે હરામીનાળામાં બે પાકિસ્તાની માછીમાર અને ચાર હોડી પકડાયા તે અગાઉ બુધવારે એક પાકિસ્તાની માછીમાર બોટ બિનવારસી હાલતમાં અહીં મળી હતી, જેના પગલે  પેટ્રોલિંગ સઘન બનાવી દેવાતા વધુને વધુ ઘૂસણખોર પાકિસ્તાની માછીમાર ભારતીય જળ સરહદમાંથી પકડાઈ રહ્યા છે.

    સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પાંચેય બોટમાં માછલી પકડવાનો માલસામાન અને ખાદ્યની ચીજવસ્તુ સિવાય કશુ વાંધાજનક હાથ લાગ્યું નથી. બી.એસ.એફ. સત્તાવાળા તરફથી ઘૂસણખોર માછીમારની પૂછપરછ પૂરી કરીને કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply