મુંદ્રા બંદરે નિકાસ માટે પહોંચેલા કંટેઇનરમાંથી રક્તચંદનનો 14 ટન જેટલો જથ્થો DRI દ્વારા ઝડપાયો
Live TV
-
કચ્છના મુંદ્રા બંદરે નિકાસ માટે પહોંચેલા એક કંટાઇનરમાંથી રક્તચંદનનો 14 ટન જેટલો જથ્થો ડી.આર.આઈ. દ્વારા ઝાડપી લેવાયો છે, જેની બજાર કિંમત સાત કરોડ રૂપિયા થવા જાય છે. શારજાહ મોકલવા માટેનું આ કંટેઇનર અમદાવાદ નજીક ખોડિયાર ખાતે આવેલા ઇનલેંડ કંટેઇનર ડિપો ખાતેથી મુંદ્રા લાવવામાં આવ્યું હતું.
ડી. આર. આઈ. ની તપાસ ટુકડી દ્વારા સુરત , વડોદરા અને અમદાવાદ ખાતે આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
