Skip to main content
Settings Settings for Dark

કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો કમોસમી વરસાદ

Live TV

X
  • કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ગરમીથી મળી રાહત, પરંતુ કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતીથી ખેડૂતો ચિંતિત

    રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂંકી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાંજનો સમય થતાની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યાર બાદ વરસાદ પડ્યો હતો. 

    હવામાન વિભાગ દ્વારા આગમી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને તાપીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં કરા સામે વરસાદ ખાબક્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ કમોસમી વરસાદથી પાક નુકસાનીની ભીતીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. 

    મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ગરમીથી રાહત મળી હતી. ભારે પવન સાથે મહેસાણામાં ધૂળની ડમરી ઉડી હતી. ત્યાર બાદ કડકા સાથે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply