રાજ્યમાં આજથી આગામી 4 દિવસ માવઠાની આગાહી, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ખાબક્યો વરસાદ, વલસાડમાં કરા સાથે પડ્યો કમોસમી વરસાદ
Live TV
-
વલસાડમાં કરા સાથે પડ્યો કમોસમી વરસાદ, તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદથી કેરીના પાકને મોટાપાયે નુક્સાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠું પડી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગરહવેલી, દીવ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
