કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હરિયાળી પહેલ: હરિયાળી અમાસ પર 31 રાજ્યોમાં 50,000થી વધુ છોડ વાવ્યા
Live TV
-
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અને "વૃક્ષ મિત્ર પરિવાર"ના સહયોગથી હરિયાળી અમાસના અવસરે દેશના 31 રાજ્યોમાં 50,000થી વધુ છોડ વાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીની 'એક પેડ મા કે નામ' પહેલ અંતર્ગત નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આ ભવ્ય વૃક્ષારોપણ ઝુંબેશ યોજાઈ હતી.કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વૃક્ષ વાવવું એ માત્ર હરિયાળી વધારવા માટે નથી, પરંતુ આવનારી પેઢીઓના ભવિષ્યમાં રોકાણ છે. તેમણે દરેક નાગરિકને દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેના સંરક્ષણની જવાબદારી લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દિલ્હીના મંત્રીઓઓ મનજિંદર સિંહ સિરસા અને પરવેશ વર્મા સહિત અનેક મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
