ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા NGOsની પરામર્શ બેઠક યોજાઈ
Live TV
-
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) સાથે રાજ્ય કક્ષાની પરામર્શ બેઠક યોજાઈ હતી.
આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા એ કોઈ એક વિભાગની નહીં, પરંતુ સમાજની સહિયારી જવાબદારી છે.બેઠક દરમિયાન આયોગની નવી વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મિશન વાત્સલ્ય, બાળ મજૂરી અને બાળ લગ્ન જેવા ગંભીર સામાજિક દૂષણોના નિવારણ તેમજ બાળકોના અધિકારોના રક્ષણ માટે સરકાર, આયોગ અને વિવિધ નામાંકિત NGOs વચ્ચે સંકલન વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
