કોંગ્રેસના ચાર અને ભાજપના બે ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Live TV
-
કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સાથે જ વિધાનસભાના મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના સ્ટેટની કામગીરી હાથ ધરાઈ હતી.
કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સાથે જ વિધાનસભાના મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના સ્ટેટની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વરભાઈ પરમાર સહિતના નેતાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પૈકી કોંગ્રેસના ચાર અને ભાજપના બે ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ધારાસભ્યોમાં સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલ, વ્યારા, લાઠી અને ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય પુના ગામીત, વીરાજી ઠુંમર, નાથા ભાઈ પટેલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો આ વિધાનસભા સત્રમાં ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા પણ બદલવામાં આવી છે.
