Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ઉજવણી, CMએ વૃક્ષારોપણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • ગાંધીનગરના કોબા ખાતે 62મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત રિચાર્જ વેલ સિસ્ટમનું કર્યું નિરીક્ષણ, લાભાર્થીઓને સહાયનું પણ કર્યું વિતરણ

    ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક પ્રેરણાદાયી જનકલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લઈને 14 હજાર વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, સાથે જ 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત રિચાર્જ વેલનું નિરીક્ષણ કરી જળ સંચયનો સંદેશ આપ્યો હતો.

    આ કાર્યક્રમમાં નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાયો હતો. જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન સહાય, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન, આયુષ્માન કાર્ડ વિતરણ તેમજ સગર્ભા માતાઓ અને ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ ગરિમાપૂર્ણ અવસરે ગાંધીનગરના મેયર મીરા પટેલ સહિતના અનેક અગ્રણી મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
apply