ગાંધીનગરમાં આજે વિધાનસભાની ચોથા દિવસની બેઠક મળશે
Live TV
-
નીચેની બાબતો પર ચર્ચા કરવામાં આવશે
ગાંધીનગરમાં આજે વિધાનસભાની ચોથા દિવસની બેઠક મળશે. જેમાં કૃષિ ગ્રામીણ વિકાસ અને વાહન વ્યવહાર, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પર ચર્ચા કરવામાં આવશે. ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પોરબંદરની બે અને વેરાવળની એક સાહિત 3બોટને 18 માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સીની ઓપહરણ કરી લીધેલ તેમજ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા આઈ એમ બી એલ નજીક માછીમારી કરતી બોટને શરણે થવાની ફરજ પાડવામાં આવે છે.
તેના કારણે માછીમારોમાં ભય ફેલાયેલો છે જેને લઇને ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા મત્સ્ય ઉદ્યોગ મંત્રીનું ધ્યાન દોરવામાં આવશે અને ત્યાંના સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા થશે. તેમજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે ગુજરાત સ્માર્ટ સિરીઝ વિકાસ સતામંડળ વિધેયક, ગુજરાત ઘરેલુ કામદારો અને વૃધ્ધ વયની વ્યક્તિઓની ફરજિયાત દેખભાળ અંગેના વિધેયક, રોજગારી બાહેધરી વિધેયક, ગુજરાત દેવસ્થાન વિસ્તાર વિકાસ સત્તા મંડળ વિધેયક પર પણ ચર્ચા થશે.
