રાજકોટથી પ્રથમ વખત ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન ઉપાડવામાં આવશે
Live TV
-
ઉનાળુ વેકેશનને લઈને મુસાફરો દ્વારા તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
ભારતીય રેલ વિભાગ રાજકોટથી પ્રથમ વખત ભારત દર્શન કુંભ વિશેષ ટ્રેન ઉપાડવામાં આવશે. ઉનાળુ વેકેશનમાં મુસાફરો માટે પ્રવાસનના હેતુ માટે આ વિશેષ ટ્રેનનું આયોજન કરાયું છે. ઉનાળુ વેકેશનને લઈને મુસાફરો દ્વારા તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ પ્રથમ ભારત દર્શન ટ્રેન રાજકોટથી ઉપડશે. આ ટ્રેન યાત્રામાં ધાર્મિક સ્થળો જેવા કે, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરાવાશે. જ્યારે બીજી ટ્રેનમાં પણ રાજકોટથી ૨૦ માર્ચના રોજ ઉપડશે તેને દક્ષિણ ભારત દર્શન નામ અપાયું છે, આ ટ્રેનમાં દક્ષિણ ભારતના ખ્યાતનામ સ્થળો પર જવા માટેની સુવિધા કરાઈ છે.
ટ્રેનમાં મુસાફરો માટે ગુણવત્તાસભર ભોજન, માર્ગ પરિવહન અને બસની વ્યવસ્થા તેમજ આવાસ અને. ટૂર એસ્કોર્ટ કોચની પણ સુવિધા પૂરી પડાશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને મુસાફરોને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરાશે. જો કોઈ મુસાફર મુસાફરી દરમિયાન અસ્વસ્થ જણાય તો તેમના માટે આરોગ્યલક્ષી સેવાઓ પણ ટ્રેનમાં ઉપલબ્ધ બનશે.
