ખેડા-આણંદ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે નિઃશુલ્ક ફેશન ડિઝાઈનિંગની તાલીમ
Live TV
-
સ્કીલ ઇન્ડિયા અંતર્ગત બહેનો -ગૃહિણીઓ આત્મનિર્ભર બને તે માટે તાલીમ
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી ટેકનો માઈન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા, છેલ્લા 13 વર્ષથી સ્કિલ ડેવલપમેન્ટના વિવિધ કોર્સ ચાલે છે. તે અનુસંધાન ખેડા-આણંદ જિલ્લાની 30 બહેનોને આત્મનિર્ભર બને તે માટે તદન નિશુલ્ક 720 કલાકના ફેશન ડિઝાઇનિંગની તાલીમ અપાઈ રહી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એન.યુ.એલ.એમ.) સ્કીલ ઇન્ડિયા અંતર્ગત બહેનો -ગૃહિણીઓ આત્મનિર્ભર બને તે માટે તેમને તાલીમ અપાઈ રહી છે.
પ્રેક્ટીકલ અને થીયરીની તાલીમ
આ તાલીમમાં ફેશન ડિઝાઇનિંગ ઉપરાંત વ્યવસાય, વ્યક્તિ વિકાસ, નાણાકીય સહાય, વ્યવસાયલક્ષી તાલીમ તેમજ ઉપરોક્ત વિષયમાં પ્રેક્ટીકલ અને થીયરીની તાલીમ પણ અપાય રહી છે. આ તાલીમમાં ગૃહિણીઓ પણ બાળકો સાથે આવે છે. તેમના બાળકો માટે ઘોડિયાઘરની પણ વ્યવસ્થા કરાઈ છે. આ તાલીમની પરીક્ષા બાદ તેઓ સ્વનિર્ભર બને તે માટે વ્યવસાય અને નોકરીની પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાય છે. તાલીમ મેળવી રહેલી બહેનો- ગૃહિણીઓ આ નિશુલ્ક તાલીમ બદલ સરકારનો તેમજ વડાપ્રધાનનો આભાર માને છે.
