વડોદરા દાહોદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન સેવા આજથી શરૂ કરાઈ
Live TV
-
અપડાઉન કરનાર નોકરિયાત વર્ગને રાહત
વડોદરા દાહોદ વચ્ચે દોડતી મેમુ ટ્રેન સેવા આજથી શરૂ કરાઈ છે. કોરોનાની મહામારી બાદ શરૂ કરાયેલી મેમુ ટ્રેન સેવાને લઇને સિઝનલ પાસ હોલ્ડર તેમજ અપડાઉન કરનાર નોકરિયાત વર્ગને રાહત થઈ છે. સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારીને લીધે લોકડાઉન લાદવાની સરકારને ફરજ પડી હતી.
હાલ પરિસ્થિતિ રાબેતા મુજબ
આ સેવાઓમાં ભારતની જીવાદોરી સમાન રેલસેવાને પણ સ્થગિત કરાઈ હતી. જેમાં લોકલ તેમજ લાંબા અંતરની તમામ ટ્રેન સેવા સ્થગિત કરાઈ હતી. હાલ પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે તમામ સેવાઓ રાબેતા મુજબ શરૂ કરાઈ રહી છે. તેવી જ રીતે મધ્ય પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે વાયા ગોધરા ચાલતી મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. જેમાં ગોધરાથી વડોદરા વચ્ચે રાબેતા મુજબનું 20 રૂપિયા જ ભાડું રખાયું છે.
