ગાંધીનગર : નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી નિમિતે પ્રદર્શન યોજાયું
Live TV
-
ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે બાહ્ય જગતના વિકસી રહેલા વિજ્ઞાન અને ટેકનોલોજી ને સમજે તે હેતુથી જુદા જુદા વિજ્ઞાનલક્ષી દિવસોની ઉજવણી કરી તેમને વિજ્ઞાનમાં વધુ રસ પડે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
સમગ્ર ભારતમાં 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 11 મે 1995 ના રોજ પોખરણ ખાતે ભારતે સફળતા પૂર્વક પરમાણુ પરિક્ષણ કર્યું હતું તેમજ આ દિવસે બેંગ્લોર ખાતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારથી ભારત સરકારે 11 મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.આ વર્ષનો વિષય વસ્તુ ''School to Startups- Igniting Young Minds to Innovate'' રાખવામાં આવેલ છે.
આ વિષય આધારિત નિસર્ગ સાયંસ સેન્ટર ધ્વારા આ દિવસની ઉજવણીના ભાગ રૂપે નવી અને જૂની ટેકનોલોજી આધારિત સાધનોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિસર્ગ સાયંસ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડો. અનિલ પટેલે વિદ્યાર્થીઓને જુદા- જુદા ક્ષેત્રોમાં ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી વિષે રસપ્રદ માહિતી આપી હતી. વિવિધ ક્ષેત્રો જેવા કે ખેતી, સંરક્ષણ, આરોગ્ય, ઉદ્યોગો, વાહન વ્યવહાર વગેરે ક્ષેત્રોમ આવનારા વર્ષોમાં કેવી ક્રાંતિ આવશે અને વિશ્વમાં વપરાતી નાવીન્ય ટેકનોલોજી વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
વિદ્યાર્થીઓને જૂની ટેકનોલોજી આધારિત વિવિધ સાધનો જેવા કે ગ્રામોફોન રેકોર્ડર ,કેસેટ પ્લેયર ,રેડિયો, પેઝર, જુના લેન્ડલાઇન ફોન , કેમેરા, વીસીઆર, દેખાડવામાં આવ્યા હતા. તેમજ હાલ ની લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે થ્રીડી પ્રિન્ટર, એમેઝોન એલેક્ઝા, ગુગલ ગ્લાસ વગેરેની નિદર્શન ધ્વારા માહિતી આપવામાં આવી હતી.
આઈ.ટી. અને AI ના યુગમાં આ ટેક્નોલોજી તથા નેનો ટેકનોલોજીનો સમન્વય કરીને ખુબજ નાના સાધનો દ્વારા ઘણું કામ મેળવી શકીશું તેવી વાત કરવામાં આવી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું.
