છોટાઉદેપુરમાં ગામ લોકોએ રોજગાર માટે ટીમરૂ પાનનું વેચાણ કરી આવક મેળવી રહ્યા
Live TV
-
ટીમરૂ પાન જેવી પેદાશોનું એકત્રીકરણ કરણ કરી તેમાંથી રોજગારી મેળવી રહ્યા છે
છોટા ઉદેપુર જીલ્લામાં ગ્રામીણ વિસ્તારોનાં લોકો ટીમરૂ પાનમાંથી પૂરક આવક મેળવી રહ્યા છે. છોટા ઉદેપુર જીલ્લાનાં જંગલો આજે પણ સચવેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોનાં લોકો જંગલની ગૌણ પેદાશો જેવી કે મહુડા, ડોલી, ચારોળી, લાખ, ગુંદર, કુવેચ, ખાટી આમલી, ટીમરૂ પાન જેવી પેદાશોનું એકત્રીકરણ કરણ કરી તેમાંથી રોજગારી મેળવી રહ્યા છે.
હાલ છોટાઉદેપુર જીલ્લાનાં જંગલો માં ટીમરૂનાં ઝાડ પર નવા પાન ફૂટી નીકળ્યા છે. જે પાન તોડવા લોકો વહેલી સવારે જંગલમાં જઈને પાન તોડી લાવે છે, અને બપોરનાં સમયે ઘરના સભ્યો ટીમરૂ પાનની જુડીઓ બનાવી વન વિકાસ નિગમ દ્વારા ખરીદ કેન્દ્ર પર વેચાણ કરે છે. છોટાઉદેપુર જીલ્લામાં હાલ વન વિકાસ નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદ કેન્દ્ર ઉભા કરી મોટા પ્રમાણમાં ટીમરૂ પાન ની ખરીદી કરવામાં આવી રહી છે.
