Skip to main content
Settings Settings for Dark

વસુધૈવ કુટુમ્બકમને સાચા અર્થોમાં પુરવાર કરતું ભાવનગરમાં એક પરિવાર જોવા મળ્યું

Live TV

X
  • સંયુક્ત કુટુંબમાં રહેવું એ સ્વર્ગસ્થ ચીમનલાલ શાહનું એક વિઝન હતું.

    ભાવનગર જીલ્લાના ટાણા ગામની વતની જયસુખભાઈ માવજીભાઈ શાહ જયુકાકાના નામ થી જાણીતા છે. સિહોર તાલુકાનું ટાણા ગામના વતની જયુકાકાના વડીલો સાથે ભાવનગર આવ્યા હતા. આ ઘટનાને આશરે 65 જેટલા વર્ષ થઈ ગયા છે. જયસુખભાઈના મોટાભાઈ ચીમનભાઈ તેમજ તેમના નાના ભાઈ વિનયભાઈ અને ભુપતભાઈ તેમજ તેમના પરિવારજનોના કુલ 60 સભ્યો ભાવનગર શહેરના ગીતા ચોક આવેલ મકાનમાં વસવાટ કરી રહ્યા છે.

    જયસુખભાઈ શાહ (જયુકાકા) ચાર પેઢીથી 60 જેટલા પરિવારના સભ્યો સાથે એકજ મકાનમાં રહે છે. પરિવારના દરેકા સભ્યો ઘરને સંલગ્ન દરેક કામમાં સાથે રહે છે. તે ઉપરાંત પરિવારના દરેક સભ્યોનું ભોજન એકજ ઘરમાં આવેલા રસોડામાં બને છે અને એક સાથે ભોજન કરવા માટે બેસે છે.  સંયુક્ત કુટુંબમાં રહેવું એ સ્વર્ગસ્થ ચીમનલાલ શાહનું એક વિઝન હતું. જે હવે તેમના ભાઈઓ વિનયભાઈ, જયસુખ ભાઈ અને ભૂપતભાઈએ ચાલુ રાખ્યું છે. ઘરનું સમગ્ર સંચાલન ફક્ત વડીલો દ્વારા જ ચાલે છે. તેમની દ્રષ્ટિ અને દેખરેખ હેઠળ તમામ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પરિવારના દરેકને સભ્યને તેમની ક્ષમતાઓ અને ક્ષમતાઓના આધારે કાર્યોની ફાળવણી કરવામાં આવે છે. 

    હાલ પરિવારના મોભી એવા જયુકાકાએ જણાવ્યું કે, અમારો સંયુક્ત પરિવાર બહુ ખુશીમાં રહે છે. ક્યારેય કોઈને મનભેદ કે મતભેદ થતો નથી અને દરેકને આપવામાં આવેલા કામ સૌ ઉત્સાહ પૂર્વક કરે છે. પરિવારના દરેક સભ્યો સાથે હોવાથી જો કોઈ તકલીફ આવે તો સરળતાથી પરિવારના સભ્યો મુશ્કેલીનો સામનો કરી શકે છે. જયસુખભાઈના ઘરે પુત્રવધુ પણ જણાવી રહી છે કે પરિવારમાં સાથે રહેવાથી બહારના કોઈ મિત્રની જરૂર રહેતી નથી. દરેક ઉંમરના મિત્ર પરિવારના સભ્યમાં જ મળી જાય છે.

    જયારે બીજી પુત્રવધુના જણાવ્યા પ્રમાણે પરિવાર એક ઘડિયાળ જેવો છે. કોઈ ફાસ્ટ ચાલે તો કોઈ ધીરે ચાલે પણ બાર જેમ ઘડિયાળમાં બાર વાગે બંને કાંટા ભેગા થાય, તેમ જો પરિવારના દરેક સભ્યો સાથે હોય, તો કોઈના પણ બાર વગાડી શકાય છે. અમે બધા વાસુદેવ કુટુંબમની ભાવના સાથે જેમ અમે વડીલો પાસેથી પ્રેરણા મેળવી એ જ રોતે અમે અમારા સંતાનો ને આ સંયુક્ત પરિવાર માં રહેવાની પ્રેરણા આપી રહ્યા છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply