શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સમાજલક્ષી અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી
Live TV
-
ચંપલ વિતરણ માટે 45 રૂટ નક્કી કરવામાં આવ્યા હતા
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સમાજલક્ષી અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે. ત્યારે વડતાલ સંસ્થા દ્વારા છારોડી એસજીવીપી ગુરુકુળ મેમનગરના યજમાન પદે 15 હજાર ચંપલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. 45 જેટલા વાહનોને વડતાલથી મુખ્ય કોઠારી ડો .સંતસ્વામી , પુજ્ય બાપુ સ્વામી, ધર્મનંદન સ્વામીએ ધજા ફરકાવીને શરૂઆત કરાવી હતી.
પૂજ્ય શ્યામસ્વામીએ વિગત આપતા જણાવ્યું હતું કે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહના સંદેશને લઇ ઉનાળાની ધોમધમતી ગરમીમા ઉઘાડા પગે ચાલતા દરિદ્રનારાયણોને 15 હજાર જોડી ચંપલનું વિતરણ કરવામાં આવ્યું છે. દરિદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે 15 હજાર જોડી ચંપલ વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. જેનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો .
પૂજ્ય સંત સ્વામી - મુખ્ય કોઠારી, પૂજ્ય બાલકૃષ્ણસ્વામી - છારોડી , શ્રી વલ્લભસ્વામી, દ્વારા ચંપલ વિતરણ માટે 45 રૂટ નક્કી કરવામાં આવ્યા હતા. તમામ રૂટ જતા સેવકોને સંતોએ જરૂરી સુચનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. પ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ફોનના માધ્યમે ગુરૂકુલ પરિવાર પર રાજીપો દર્શાવ્યો હતો. વ્યવસ્થા શ્યામ સ્વામી, પ્રિતેશભાઇ કરમસદવાળા, જીજ્ઞેશભાઈ વગેરે સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામા આવી હતી. દરેક રૂટ માં 250 જેટલા સ્વયંસેવકોએ શ્યામ સ્વામી તથા ભક્તિચરણ સ્વામી વગેરે સંતો સાથે મળીને 11 થી 4 ધોમધખતા તાપમાં ઉઘાડા પગે ચાલતા અને જરુરીયાતનંદ દરિદ્રનારાયણોને શોધી ચંપલનું વિતરણ કર્યું હતું.
