Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહીમામ

Live TV

X
  • ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહીમામ

    ગુજરાતના લોકો હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ફરી એકવાર 46.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો પાટનગર ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ સિવાય બનાસકાંઠાના ડીસામાં 45.4, સુરેન્દ્રનગરમાં 45.9, વડોદરામાં 45, અને વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો 32.7 ડિગ્રી તાપમાન સાથે દ્વારકામાં સૌથી ઓછી ગરમી નોંધાઈ હતી. ગુજરાતમાં હજુ પણ બે દિવસ કાળઝાળ ગરમી પડી શકે છે, જો કે 26 મે પછી ગરમીનો પારો નીચે જાય તેવી આગાહી કરવામાં આવી છે. 

    ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન 46 ડિગ્રીને પાર થયું છે. ત્યારે ભીષણ ગરમીને કારણે રાજસ્થાનમાં 4 લોકોના મોત થયા છે. તો,  તબીબોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા લોકોને સલાહ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply