Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર

Live TV

X
  • ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર

    દિલ્હીમાં શુક્રવાર રાતથી જ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ઝડપી પવન ફૂંકાતા વિવિધ વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ હતી. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડ, તમિલનાડુ અને રાજસ્થાનમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

    ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. તો અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 41, રાજકોટમાં 40.7 , વડોદરામાં 40.6, છોટાઉદેપુર અને અમરેલીમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply