Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતને તૈયાર પાકનું ભારે નુકસાન

Live TV

X
  • આગામી 24 કલાક માટે કડાકા ભડાકા, આંધી, અને ગાજવીજ સાથે વરસાદની ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઅમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

    છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સોમવારના રોજ રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આથી ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. 

    જેમાં ખેડૂતના તૈયાર પાક ડાંગર, મગ, તલ, બાજરી, કેરી સહિતનાને નુકસાન થયું છે. તો સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં વૃક્ષો ધારાશાયી થવાની સાથે ઠેર-ઠેર લાગેલાં હોડિંગ્સ અને બેનરો ફાટ્યાં હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. તેમજ ઘણી જગ્યાએ વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. 

    આગામી 16 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની વકી હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, 2024ના વર્ષની શરૂઆતથી આ ચોથું માવઠું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply