સુરેન્દ્રનગર જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન થયું
Live TV
-
હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જીલ્લાના ખેડૂતોએ કરેલ ઉનાળુ વાવેતરને મોટાપાયે નુકશાન પહોંચતા હાલત કફોડી બની છે અને સરકાર પાસે નુકશાની અંગે વળતર ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો બારે મહિના અલગ અલગ સીઝન મુજબ પાકોનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે. પરંતુ ક્યારેક કુદરત પણ જાણે રૂઠી હોય તેમ ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અમુક તાલુકાઓમાં ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં વઢવાણ, ધ્રાંગધ્રા, મુળી, લિંબડી સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોએ મહામહેનતે કરેલ તલ, ઉનાળુ બાજરો સહિતના પાકને મોટાપાયે નુકશાન પહોચ્યું છે.
વઢવાણ તાલુકામાં ખેડૂતોએ કરેલ તલનો ઊભો પાક ભારે પવનને કારણે સોથ વળી જતા અંદાજે 40% થી 50% પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે તલના પ્રતિ મણ રૂપિયા 3500 જેટલા ભાવ હતા જે ચાલુ વર્ષે ઘટીને પ્રતિ મણ રૂપિયા 2800 મળી રહ્યા છે. જ્યારે આં અંગે ખેતી વાડી શાખા દ્વારા ખેડુતો ને પોતાનાં પાક ને વાવાઝોડાથી બચવા માટે સુચનો કર્યા છે જેમાં કાપણી કરીને રાખેલ પાકને ઢાંકી ને રાખવો અને વાવાઝોડાથી બચવા માટેના જે ઉપાયો કહ્યા છે તેનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.
આથી એક તરફ તલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે બીજી બાજુ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે તલના પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ મારવા જેવી થઈ છે. ભારે પવન સાથે કમોસમી વરસાદથી તલના પાકને મોથી બચાવવા માટે મારેટાપાયે નુક્શાન પહોચ્યું છે. આથી સરકાર દ્વારા તાત્કાલિક નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
