Skip to main content
Settings Settings for Dark

પોઇચા: નર્મદા નદી પાસે ડૂબનારા 8 લોકોના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો

Live TV

X
  • નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે 7 લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

    પોઈચા ખાતે નદીમાં સુરતના 7 લોકો ડૂબી જવાની કરૂણ ઘટનામાં આજે સવારે 15 વર્ષીય  કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં  રેસક્યૂ ટીમ તેમજ NDRF તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી અન્ય 6 લોકોની શોધખઓળ પણ ચાલી રહી છે. આ દુખદ ઘટનાને  પગલે સમગ્ર વિસ્તારમાં તેમજ દુર્ઘટનાનો ભોગ બનનારના પરિવારમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું છે.

    અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply