ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના કર્મચારી વિરુદ્ધ એસીબીએ કાર્યવાહી હાથ ધરી
Live TV
-
વર્ષ 2018ના બહુચર્ચિત ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએલડીસીના કર્મચારી વિરુદ્ધ એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. કે.સી.પરમાર સરકારી ગ્રાન્ટમાંથી પણ પોતે કમીશન લેતા હોવાની વાત એસીબીના ધ્યાને આવી હતી. ત્યારે તેમની વિરુધ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ તપાસ દરમિયાન કરોડો રુપીયાની અપ્રમાણસર મિલકતને એસીબીએ શોધી કાઢી હતી. તેમજ જીએલડીસીના ખેત તલાવડી વિભાગમાં ઓડિટમાં ક્ષતિ રાખનારા સામે પણ વર્ષ 2020માં ગુનો દાખલ કરાયો હતો. ભૌમિક ગાંધી સામે પણ એસીબીની કાર્યવાહી શરુ કરાઇ છે. કે.સી.પરમારે સેશંસ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. પરંતુ એસીબી દ્વારા કરોડોની અપ્રમાણસર મિલકત અંગે પોતાનો પક્ષ મજબુત રાખતાં આરોપીના જામીન નામંજુર કરાયા છે. અને હવે એસીબીએ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
