Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રીની અમદાવાદ મુલાકાતઃ ભારતમાં મેડીકલને લગતા સાધનોનું ઉત્પાદન ઝડપી બન્યું

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે છે. ત્યારે સવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો સાથે સંવાદ કરીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં ઇન્ડ્સ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલી ન પડે તે માટે ઇન્સ્પેક્ટર રાજમાંથી મુક્તિ આવી હતી અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી. તો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જીએસટીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આ સાથે ભારતમાં મેડીકલને લગતા સાધનોનું ઉત્પાદન પણ ઝડપી બન્યું છે. જેમાં ભારતમાં વેન્ટીલેટર્સનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થઇ રહ્યુ છે. તો વેક્સિન મૈત્રી અંતર્ગત ભારતની રસી વિદેશમાં મોકલવામાં આવી રહી છે. એમ તમામ ક્ષેત્રમાં ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  સર્વશ્રેષ્ઠ  દેખાવ કરી રહ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply